પોરબંદર, 22 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર નજીકના રીણાવાડા ગામે વીજ શોક લાગવાથી એક માલધારીની ત્રણ ભેંસના મોત થયા હતા પીજીવીસીએલની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.પોરબંદર નજીકના રીણાવાડા ગામના પાટીયાથી રીણાવાડા ગામ તરફ જતા રસ્તા પર ગઈકાલે ગુરૂવારે વીજશોક લાગવાથી ત્રણ ભેંસના મોત થયા હતા દુલાભાઇ ભીખુભાઈ હુંણની માલિકીની ત્રણ ભેંસના મોત થતા તેમને મોટુ આર્થિક નુકશાન થયુ હતુ,
સ્થાનીકોએ એવા આક્ષેપ કર્યા હતા કે, રાત્રીના સમયે વીજ વાયર તુટી ગયો હતો આ અંગે પીજીવીસીએલને જાણ કરી હતી છતા કોઇ કામગીરી કરવામાં આવી નથી જેના કારણે જીવતા વીજ વાયરને અડકી જતા ત્રણ ભેંસના મોત થયા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya