મહેસાણા જિલ્લાના 9 શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક 2025 માટે પસંદગી
મહેસાણા, 22 ઓગસ્ટ (હિ.સ.): ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવામાં આવે છે, જેના અંતર્ગત મહેસાણા જિલ્લામાં વર્ષ 2025 માટે કુલ 9 શિક્ષકોની પસંદગી જાહેર કરવામાં આવી છે. આ પસંદગી સરકારી તથા બિનઅનુદાનિત શાળાના શિક્ષકો,
મહેસાણા જિલ્લાના 9 શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક 2025 માટે પસંદગી


મહેસાણા, 22 ઓગસ્ટ (હિ.સ.): ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવામાં આવે છે, જેના અંતર્ગત મહેસાણા જિલ્લામાં વર્ષ 2025 માટે કુલ 9 શિક્ષકોની પસંદગી જાહેર કરવામાં આવી છે. આ પસંદગી સરકારી તથા બિનઅનુદાનિત શાળાના શિક્ષકો, આચાર્યો અને વિશિષ્ટ શિક્ષકોમાંથી કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએ પસંદ થયેલા શિક્ષકોમાં વિસનગર તાલુકાની ઘાઘરેટ અનુપમ પ્રાથમિક શાળાની શિક્ષિકા જાગૃતીબેન સોમાભાઈ, મહેસાણા તાલુકાના ગોરાદ પ્રાથમિક શાળાના શિક્ષક પરેશકુમાર જે. પટેલ તથા ખેરવા ખાતેની જયકોરબાઈ વિદ્યામંદિરના ડૉ. ભાવિનકુમાર દિનેશકુમાર શાહનો સમાવેશ થાય છે.

જ્યારે તાલુકા કક્ષાએ જોટાણાની મોદીપુરા પ્રાથમિક શાળાની આશાબેન સથવારા, વિસનગરના ઘાઘરેટ શાળાના જયેશકુમાર પટેલ, વિજાપુરની સોજા શાળાની પિન્કીબેન પ્રજાપતિ, સતલાસણાની સમરાપુર શાળાની પ્રવિણાબેન સુથાર, બેચરાજીની દેથલી શાળાના હર્ષદકુમાર વાઘેલા તેમજ મહેસાણાની બલિયાસણ શાળાની નીતાબેન પટેલની પસંદગી થઈ છે. આ જાહેરાત મહેસાણા જિલ્લા શિક્ષણ અધિકારીએ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande