અંબાજી22 ઓગસ્ટ (હિ. સ) શક્તિપીઠ અંબાજી ખાતે ભરાનાર ભાદરવી
પૂનમ ના સાત દિવસીય મેળામાં પદયાત્રા કરીને આવતા લાખો શ્રદ્ધાળુઓની ચિંતા સતત અંબાજી
મંદિર દેવસ્થાન ટ્રસ્ટ કરતું રહ્યું છે તેવામાં અંબાજી આવતા યાત્રિકોને મંદિર
ટ્રસ્ટ દ્વારા કરોડો રૂપિયાનું વીમા કવચ પૂરું પાડવામાં આવ્યું છે આમ તો ધર્મ
સ્થાનોની આર્થિક સદ્ધરતા તેમજ પ્રવર્તમાન પરિસ્થિતિ માં આંતકવાદી કે ભાંગ ફોડીયા
પ્રવૃત્તિ અને માનવ સર્જિત તેમજ કુદરતી હોનારતો ને અકસ્માતો સામે યાત્રિકોને વીમા
કવચથી સુરક્ષિત કરી દેવાયા છે જોકે અગાઉના વર્ષમાં આ વીમા કવચ અંબાજીની પેરી
ફેરીના 20 કિલોમીટર
અંદરના વિસ્તારમાં બનતી ઘટનાનો લાભ મળતો હતો તેની જગ્યા એ આ વખતે જે શ્રદ્ધાળુઓ
રાજ્યભરમાંથી અંબાજી પગપાળા આવતા હોય છે, ત્યારે 20 કિલોમીટરની પેરીફેરી વિસ્તાર વધારીનેમહત્વના 07 જિલ્લા ઉપરાંતરાજસ્થાન માંથી પણ શ્રદ્ધાળુઓ
આવતા હોવાથી અંબાજીથી 50 કિલોમીટર રાજસ્થાનની હદ સુધી આ વીમા કવચનો લાભ શ્રદ્ધાળુઓને મળી
રહેશે. જોકે ગત વર્ષે વિસ્તાર ઓછો હોવાથી રૂપિયા 3 કરોડનું વીમારિસ્ક લેવામાં આવતું હતું, ત્યારે આ વખતે હદ
મર્યાદા વધારતા પબ્લિક લાયબિટી વીમાની રકમ 10 કરોડની કરી દેવામાં આવી છે, ને આ વીમાનું તમામ પ્રીમિયમ અંબાજી
મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચુકવવામાં આવ્યું છે. જોકે આવી કોઈ પણ ઘટનામાં ભોગ
બનનાર ઈસમના પરિજનો દ્વારા વીમા માટે નામદાર કોર્ટ મારફતે વીમાના લાભની માંગ કરી
શકશે અને નામદાર કોર્ટ જે રકમ નક્કી કરશે તે લાભાર્થીને મળી શકશે. જોકે અંબાજી
મંદિર દેવસ્થાન ટ્રસ્ટની વિવિધ સંસ્થાઓ માં પણ જો કોઈ મોટી ઘટના બને તો તેના માટે
મંદિર ટ્રસ્ટે 283 કરોડ ના
રિસ્કનું વીમો ઉતરાવ્યો છે. જેનું 20 લાખ જેટલું પ્રીમિયમ ટ્રસ્ટ દ્વારા ચુકવવામાં આવ્યા હોવાનું, કૌશિક
મોદી (અધિક કલેકટર,મંદિર ટ્રસ્ટ)અંબાજી એ જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ