દામનગર અપહરણ તથા પોક્સો કેસમાં આરોપીને 7 વર્ષની સખત કેદ અને દંડની સજા
અમરેલી, 22 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના દામનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ તથા પોક્સો કેસના ચુકાદામાં ચોથા એડી. સેશન્સ જજ તેમજ સ્પેશિયલ જજ (પોક્સો) અમરેલીના કોર્ટે આરોપી વિશાલ હકાભાઇ મકવાણાને દોષિત ઠેરવી સજા ફટકારી છે. કોર્ટે આરોપીને 07 વર્ષની સ
દામનગર અપહરણ તથા પોક્સો કેસમાં આરોપીને 7 વર્ષની સખત કેદ અને દંડની સજા


અમરેલી, 22 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના દામનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ તથા પોક્સો કેસના ચુકાદામાં ચોથા એડી. સેશન્સ જજ તેમજ સ્પેશિયલ જજ (પોક્સો) અમરેલીના કોર્ટે આરોપી વિશાલ હકાભાઇ મકવાણાને દોષિત ઠેરવી સજા ફટકારી છે. કોર્ટે આરોપીને 07 વર્ષની સખત કેદ તથા રૂ.5,000/- ના દંડની સજા ફરમાવી છે.

માહિતી મુજબ, દામનગર પોલીસ સ્ટેશનમાં આરોપી સામે અપહરણ અને પોક્સોના ગંભીર ગુના નોંધાયા હતા. કેસની સુનાવણી દરમિયાન PI એમ.બી. નકુમ તથા PP એમ.આર. ત્રિવેદી દ્વારા મજબૂત દલીલો રજૂ કરવામાં આવી હતી. આ દલીલોના આધારે કોર્ટે આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા માન્ય રાખીને તેને સજા સંભળાવી.

આ ચુકાદાથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે સમાજમાં નાબાલિગો વિરુદ્ધ થતા આવા ગુનાઓ પ્રત્યે કાયદો કડક વલણ અપનાવી રહ્યો છે અને દોષિતોને કડક સજા અપાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande