બગસરા પોલીસે ધાણક કૉલેજ ખાતે સાઇબર ક્રાઇમ અને ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજ્યો
અમરેલી, 22 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં ધાણક કૉલેજ ખાતે બગસરા પોલીસ મથક દ્વારા સાઇબર ક્રાઇમ તથા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસર પર વિદ્યાર્થીઓને ડિજિટલ યુગમાં વધતા સાઇબર ગુનાઓથી સાવચેત રહેવા જરૂરી માર્ગદર
બગસરા પોલીસે ધાણક કૉલેજ ખાતે સાઇબર ક્રાઇમ અને ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજ્યો


અમરેલી, 22 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં ધાણક કૉલેજ ખાતે બગસરા પોલીસ મથક દ્વારા સાઇબર ક્રાઇમ તથા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસર પર વિદ્યાર્થીઓને ડિજિટલ યુગમાં વધતા સાઇબર ગુનાઓથી સાવચેત રહેવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આજના સમયમાં મોબાઇલ અને સોશિયલ મીડિયાનો વધતો ઉપયોગ જ્યાં સુવિધાજનક છે, ત્યાં ગુનેગારો માટે નવો માધ્યમ પણ બની રહ્યો છે. નકલી કૉલ, OTP ફ્રોડ, લિંક ક્લિક કરાવવાના કેસમાં અનેક લોકો ઠગાઈના ભોગ બને છે. આવા ગુનાઓથી બચવા માટે અજાણ્યા લિંક પર ક્લિક ન કરવું, OTP કોઈને ન આપવું અને શંકાસ્પદ કૉલ સામે સાવચેત રહેવું એ જરૂરી છે.

સાથે જ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. હેલ્મેટ પહેરવું, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું અને સીટ બેલ્ટનો ઉપયોગ કરવો એ માત્ર કાયદાકીય ફરજ નહીં પરંતુ જીવન બચાવવાનો મહત્વપૂર્ણ ઉપાય છે તેવું જણાવાયું.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપી અને પોલીસ અધિકારીઓને પ્રશ્નો પૂછ્યા. પોલીસ દ્વારા આવા જાગૃતિ કાર્યક્રમો આવનારા સમયમાં પણ સતત યોજવામાં આવશે એવી માહિતી આપવામાં આવી.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande