મણીનગર સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે વિજાપુર સિંધી સમાજનું આવેદન
મહેસાણા, 22 ઓગસ્ટ (હિ.સ.)અમદાવાદ માં મણીનગર સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના મામલામાં વિજાપુર માં સિંધી સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું, દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. અમદાવાદ ખોખરા મણીનગર વિસ્તારમાં આવેલી સેવન ડે સ્કુલ માં
મણીનગર સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે વિજાપુર સિંધી સમાજનું આવેદન


મણીનગર સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે વિજાપુર સિંધી સમાજનું આવેદન


મહેસાણા, 22 ઓગસ્ટ (હિ.સ.)અમદાવાદ માં મણીનગર સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના મામલામાં વિજાપુર માં સિંધી સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું, દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

અમદાવાદ ખોખરા મણીનગર વિસ્તારમાં આવેલી સેવન ડે સ્કુલ માં સિંધી સમાજનો ભણતા સગીર વય નો નયન સંતાણી ઉપર તા 19/8/2025 ના રોજ ધોળા દિવસે ધાતકી હુમલો કરી મોત નીપજાવનાર દોષિતો ગુનેગારો સામે સખ્ત પગલાં ની માંગણીઓ સાથે વિજાપુર હિન્દુ સિંધી સમાજ દ્વારા મામલતદાર ને રેલી સ્વરૂપે જઈને આવેદન પત્ર સુપ્રત કર્યું હતું અને સિંધી સમાજ દ્વારા આવેદન આપતા જણાવ્યું હતુકે અમદાવાદ ખોખરા મણીનગર વિસ્તારમાં આવેલી સેવન ડે સ્કુલ માં સિંધી સમાજ નો સગીરવય નો આશા સ્પદ બાળક ઉપર અન્ય વિદ્યાર્થી અને અસામાજિક તત્વો દ્વારા હુમલો કરી મોત નીપજાવેલ છે

આવી ક્રૂર ઘટના ને સમાજના લોકો ઘટના ની નિંદા કરી સખ્ત શબ્દો માં વખોડી કાઢી હત્યા માં સામેલ તમામ સામાજિક તત્વો ને તાત્કાલિક અસરથી ઝડપી લઇ તેની સામે કઠોર કાર્યવાહી કરવા જણાવ્યું હતું ગુજરાત રાજ્ય ની શાળાઓ મા ભણતા બાળકો માટે ભવિષ્ય સુરક્ષિત કરવા બાળકો ની સલામતી જળવાય અને ભવિષ્ય મા પણ બીજા બાળકો આવી ક્રૂર ઘટના નો ભોગ ના બને તે માટે સરકાર દ્વારા દોષિતો સામે હત્યા ના ગુનામાં સામેલ અસામાજિક તત્વો સામે આકરા પગલાં લઈ બાળકો નુ ભાવિ સુનિશ્ચિત કરવા માંગ કરી હતી.

તેમજ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા નિષ્કાળજી રાખી બનાવ વખતે સત્વરે ભોગ બનનાર સગીર વયના બાળકને સમયસર સારવાર માટે નહિ લઈ જઈ ગુનો કરેલ જે શાળા ના મેનેજમેન્ટ ની ક્ષતિ જાહેર થાય છે. સિંધી સમાજ આ ઘટના ને વખોડી કાઢી વિદ્યાર્થી નયન સંતાણી ના પરીવાર જનો ને ન્યાય મળે તેવી માંગણી કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande