પોરબંદર, 22 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરના વિરડી પ્લોટ વિસ્તારમાં સામાન્ય બાબતે યુવાન પર હુમલો કરવામા આવ્યો હતો એક જ પરિવારના ચાર સભ્યો કર્યો હતો.
પોરબંદરના વિરડી પ્લોટ વિસ્તારમાં રહેતા પ્રાઈવટે નોકરી કરતો અશ્વિન શ્યામજી રાઠોડ નામનો યુવાન પોતાના ઘર પાસેની ગલી પાસે ઉભો હતો તે દરમ્યાન વિવેક કાનજી મંગેરા તેમને અહિંથી ચાલ્યા જવાનુ કહ્યુ હતુ આથી અશ્વિને કારણ પુછતા ઉશ્કેરાયેલા વિવેક તેમજ તેમના પરિવારના મીનાબેન, કુસુમબેન અને મનીષાબેન સહિતાનાઓ એ પંચ વડે હુમલો કરી હાથ અને માથાના ભાગે ઈજા પહોંચાડી હતી, તેમજ ઢીકા પાટુનો માર માર્યો હતો તેમજ ભુંડી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે ર્કિતિમંદિર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામા આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya