ગીર સોમનાથ ઉનામાં રહેણાંક વિસ્તારમાં અજગર દેખાતા લોકોએ વીડિયોમાં કેદ કર્યો, બે દિવસ પહેલા દીપડો પણ જોવા મળ્યો હતો
ગીર સોમનાથ 22 ઓગસ્ટ (હિ.સ.) ઉના શહેરના દેલવાડા રોડ પર શાહ એચડી હાઈસ્કૂલની પાછળના ભાગમાં આવેલી ચંદ્રકિરણ સોસાયટીમાં ગઈકાલે રાત્રે એક મહાકાય અજગર જોવા મળ્યો હતો. રાત્રે 11થી 12 વાગ્યાની વચ્ચે આ અજગર ધીમી ગતિએ રસ્તા પર આવ્યો હતો. રસ્તા પરથી પસાર થતા લોક
રહેણાંક વિસ્તારમાં અજગર દેખાતા


ગીર સોમનાથ 22 ઓગસ્ટ (હિ.સ.) ઉના શહેરના દેલવાડા રોડ પર શાહ એચડી હાઈસ્કૂલની પાછળના ભાગમાં આવેલી ચંદ્રકિરણ સોસાયટીમાં ગઈકાલે રાત્રે એક મહાકાય અજગર જોવા મળ્યો હતો. રાત્રે 11થી 12 વાગ્યાની વચ્ચે આ અજગર ધીમી ગતિએ રસ્તા પર આવ્યો હતો. રસ્તા પરથી પસાર થતા લોકોએ અજગરને રોડ ક્રોસ કરતો જોયો અને તેનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો. હળવા વરસાદમાં અજગર શિકારની શોધમાં નીકળ્યો હોય તેવું લાગતું હતું. લોકો પણ અજગરને જોઈને થંભી ગયા હતા. અજગર રોડ ક્રોસ કર્યા બાદ ઝાડી-ઝાંખરા વાળા વિસ્તારમાં અદૃશ્ય થઈ ગયો હતો.

આ ઘટનાના બે દિવસ પહેલા ચંદ્રકિરણ સોસાયટીની નજીક આવેલી શાંતિનગર સોસાયટીમાં રાત્રે એક દીપડો પણ જોવા મળ્યો હતો. સ્થાનિક રહેવાસીઓએ દીપડાનો વીડિયો પણ બનાવ્યો હતો. આ ઘટનાઓ પરથી વન્યપ્રાણીઓ શહેરી વિસ્તાર તરફ આવી રહ્યા હોવાનું જણાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande