પોરબંદરના ખાંભોદર ગામે પતિએ કરી પત્નીની હત્યા
પોરબંદર, 22 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદરના બરડા પંથકના ખાંભોદર ગામે હત્યાની ઘટના બનતા ભારે ચર્ચા જોવા મળી રહી છે, પરપ્રાંતિય યુવાને પોતાની પત્નિને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી હતી અને ત્યાર બાદ તે નાશી છુટયો હતો. મુળ મધ્યપ્રદેશના આવલી ગામના હાલ પ
પોરબંદરના ખાંભોદર ગામે પતિએ કરી પત્ની ની હત્યા.


પોરબંદરના ખાંભોદર ગામે પતિએ કરી પત્ની ની હત્યા.


પોરબંદરના ખાંભોદર ગામે પતિએ કરી પત્ની ની હત્યા.


પોરબંદરના ખાંભોદર ગામે પતિએ કરી પત્ની ની હત્યા.


પોરબંદરના ખાંભોદર ગામે પતિએ કરી પત્ની ની હત્યા.


પોરબંદર, 22 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદરના બરડા પંથકના ખાંભોદર ગામે હત્યાની ઘટના બનતા ભારે ચર્ચા જોવા મળી રહી છે, પરપ્રાંતિય યુવાને પોતાની પત્નિને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી હતી અને ત્યાર બાદ તે નાશી છુટયો હતો.

મુળ મધ્યપ્રદેશના આવલી ગામના હાલ પોરબંદરના બરડા પંથકના ખાંભોદર ગામે ખીમાભાઇ લખમણભાઈ ગોઢાણીયાની વાડીએ મજુરી કામ કરતા મુકેશ આલાવા નામના યુવાને ગુરૂવારની મોડી રાત્રીના પોતાની પત્નિ ભગવિત સાથે કોઈ કારણોસર ઝઘડો થતા તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધી હતી અને ત્યાં નાશી છુટયો હતો. વાડીના માલિકને જાણ થતાં તેમણે તુરત બગવદર પોલીસને જાણ કરતા પીએસઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.

પરપ્રાંતિય યુવાન રોઝડા ગામે મજુરી કરતો હતો અને ગઇકાલે જ ખાંભોદર ગામે પોતાની પત્નિ સાથે મજુરી કામે આવ્યો હતો અને રાત્રીના સમયે હત્યા કરી હોવાનુ જાણાવા મળી રહ્યુ છે. હત્યા અંગેનુ કોઇ ચોકકસ કારણ બહાર આવ્યુ નથી હાલ તો મહિલાના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેંડવામા આવ્યો છે અને પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande