પોરબંદર, 22 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર ખાતે આયોજિત પ્રાદેશિક સરસ મેળામાં રાજ્યભરના 50 સ્વસહાય જૂથો દ્વારા ભાગ લેવામાં આવેલ છે. જેમાં સખીમંડળની બહેનો દ્વારા હેન્ડિક્રફ્ટ, હેન્ડલૂમ, ભરતકામ અને ગૃહ સુશોભનની વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવી આવે છે.
પોરબંદર ખાતે આયોજિત સરસમેળાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહેલ છે. ચાર દિવસમાં સખીમંડળની બહેનો દ્વારા રૂ .19 લાખ 35 હજાર કરતાં વધુની ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું છે. પોરબંદરની ઉત્સવપ્રેમી જનતાને મેળામાં સહભાગી થવા તેમજ સખીમંડળની ચીજવસ્તુઓ ખરીદી તેઓને પ્રોત્સાહન આપવા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya