વોટ ચોરી મુદ્દે જામનગર શહેર કોંગ્રેસનો વિરોધ
જામનગર, 22 ઓગસ્ટ (હિ.સ.): હાલ સમગ્ર દેશમાં કોંગ્રેસ તથા અન્ય વિપક્ષો દ્વારા વોટચોરી મુદ્દે ઉગ્ર આંદોલન, દેખાવો, રેલીના આયોજનો થઈ રહ્યા છે. જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા લાલબંગલા સર્કલમાં ચૂંટણી પંચ મતદારોની વિગતો સંતાડી રહ્યું છે, મતો નષ્ટ થઈ રહ
કોંગ્રેસ


જામનગર, 22 ઓગસ્ટ (હિ.સ.): હાલ સમગ્ર દેશમાં કોંગ્રેસ તથા અન્ય વિપક્ષો દ્વારા વોટચોરી મુદ્દે ઉગ્ર આંદોલન, દેખાવો, રેલીના આયોજનો થઈ રહ્યા છે. જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા લાલબંગલા સર્કલમાં ચૂંટણી પંચ મતદારોની વિગતો સંતાડી રહ્યું છે, મતો નષ્ટ થઈ રહ્યા છે જેવા પ્લે કાર્ડ તથા 'વોટચોર, ગાદી છોડ'ના બેનરો સાથે ધરણાં અને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મનપા વિપક્ષના નેતા ધવલભાઈ નંદા, પ્રદેશ પ્રતિનિધિ સહારાબેન મકવાણા, કોર્પોરેટરો રચનાબેન નંદાણિયા, કાસમભાઈ જોખિયા, સાજીદભાઈ બ્લોચ, અન્ય આગેવાનો, કાર્યકર્તાઓ જોડાયા હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande