જામનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાઇ
જામનગર, 22 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવા દ્વારા રજૂ કરાયેલા લોકપ્રશ્નો અને રજૂઆતોને ધ્
સંકલન


જામનગર, 22 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવા દ્વારા રજૂ કરાયેલા લોકપ્રશ્નો અને રજૂઆતોને ધ્યાને લઈને કલેક્ટરે લગત વિભાગના અધિકારીઓને આયોજનબદ્ધ તથા સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવા સૂચના આપી હતી.

બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નો ઉપરાંત વિવિધ વિભાગોને લગતા નવા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે ગામતળ બહારના વિસ્તારોમાં વીજ કનેક્શન આપવા બાબતે, કોઝવેના વેરીંગકોટ અને રીપેરીંગ અંગે, નેશનલ મિશન ઓન એડીબલ ઓઈલ અંતર્ગત ઓઈલ સીડ યોજના વેલ્યુ ચેઈન અંગે ખેતીવાડી વિભાગને લગત પ્રશ્ન, બેન્ક એકાઉન્ટ ખોલવા બાબતે, માધ્યમિક શાળા માટે જમીન ફાળવવા અંગે, જમીન ભાડા પેટે મેળવવા અંગે, સતાપર ગામે વન વિભાગ દ્વારા રસ્તાની જમીન ફાળવવા બાબત, પવનચક્કી અંગે, ગ્રામ પંચાયતોના નવીનીકરણ બાબતના પ્રશ્નો તેમજ જિલ્લા આયોજન કચેરી, જિલ્લા પંચાયત, શિક્ષણ વિભાગ, રેલ્વે વિભાગ, સિંચાઈ વિભાગ(રાજ્ય), વન વિભાગ, પ્રાંત અધિકારીશ્રીની કચેરીને લગત પ્રશ્ન, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ), જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખાણ અને ખનીજ વિભાગ, સહકારી મંડળીઓને લગત પ્રશ્નો અને તેના નિરાકરણ અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા કલેક્ટરે સંકલન સમિતિના સભ્યોને સૂચના આપતા જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિઓ મારફતે લોકો દ્વારા આવેલી રજૂઆતોને અગ્રતા આપીને તેનો સકારાત્મક દિશામાં અને સમય મર્યાદામાં ઉકેલ લાવવામાં આવે તેમજ પડતર કામોનો ઝડપથી નિકાલ લાવવા પર ભાર મૂક્યો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર સહિત સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande