જૂનાગઢ મહાનગરપાલિકાના વિસ્તારોમાં જાહેરમાં ઘાસચારા નાખવા, ઘાસચારાનું વેચાણ, ઢોર ખુલ્લા મૂકી દેવા ઉપર પ્રતિબંધ મુકાયો
જૂનાગઢ, 22 ઓગસ્ટ (હિ.સ.) મહાનગરપાલિકા, જૂનાગઢના વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર ઘાસચારો નાખવા, વેચવા પર પ્રતિબંધ અને માલિકીના ઢોરને જાહેર રસ્તા ઉપર છોડી મૂકવા કે રખડતા ભટકતા રાખવા ઉપર પ્રતિબંધ મૂકવો જરૂરી જણાય છે. તેથી જાહેર જનતા, વાહન ચાલકોની સલામ
જૂનાગઢ મહાનગરપાલિકાના વિસ્તારોમાં જાહેરમાં ઘાસચારા નાખવા, ઘાસચારાનું વેચાણ, ઢોર ખુલ્લા મૂકી દેવા ઉપર પ્રતિબંધ મુકાયો


જૂનાગઢ, 22 ઓગસ્ટ (હિ.સ.) મહાનગરપાલિકા, જૂનાગઢના વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર ઘાસચારો નાખવા, વેચવા પર પ્રતિબંધ અને માલિકીના ઢોરને જાહેર રસ્તા ઉપર છોડી મૂકવા કે રખડતા ભટકતા રાખવા ઉપર પ્રતિબંધ મૂકવો જરૂરી જણાય છે.

તેથી જાહેર જનતા, વાહન ચાલકોની સલામતી જળવાય રહે, ટ્રાફિક નિયમન થઈ શકે, મનુષ્યના જાન સ્વાસ્થ્યની સલામતી જળવાઈ રહે તે અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.પટેલ, જૂનાગઢ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

જેમાં જણાવ્યા અનુસાર જૂનાગઢ મહાનગરપાલિકાના વિસ્તારમાં જાહેર માર્ગો, ફૂટપાથ, જાહેર સ્થળો પર કોઈપણ વ્યક્તિએ ઘાસચારાનું વેચાણ કરવું અને જાહેરમાં ઘાસચારો નાખવો નહીં. જૂનાગઢ મહાનગરપાલિકાના વિસ્તારોમાં માલિકીના ઢોરને જાહેરમાં અને રસ્તાઓ ઉપર છોડી મૂકવા નહીં કે ઢોર રખડતા ભટકતા રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ જાહેરનામું તારીખ ૧૩/૧૦/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર નિયમ અનુસાર શિક્ષાને પાત્ર ઠરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande