ભાવનગર 22 ઓગસ્ટ (હિ.સ.) રાજકોટ મંડળમાં આવેલા લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાં ચાલી રહેલા ડબલ લાઈનના કામને કારણે ભાવનગર મંડળમાંથી પસાર થતી ભાવનગર-ઓખા એક્સપ્રેસના સ્ટોપેજને લાખાબાવળ અને પીપળી સ્ટેશનો પર તા. 23.08.2025થી 30.11.2025 સુધી તાત્કાલિક રદ્દ કરવામાં આવ્યો છે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલકુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ તા. 23.08.2025થી 30.11.2025 દરમિયાન લાખાબાવળ અને પીપળી સ્ટેશનો પર નહીં ઊભે।
રેલ યાત્રીઓ થી વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીની શરૂઆત કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લે, જેથી કોઈ પ્રકારની અસુવિધા ન થાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ