પાટણ, 22 ઓગસ્ટ (હિ.સ.)પાટણ એસઓજી પોલીસે ગુપ્ત માહિતીના આધારે વારાહી-પરસુંદ રોડ પરથી રાણીસરના રાયબ રમઝાનભાઈ મૈયાભાઈ સિંધીને ઝડપી પાડ્યો હતો. પોલીસે શંકાસ્પદ લાગતા તેના પર અંગઝડતી હાથ ધરી હતી.
તપાસ દરમ્યાન તેની પેન્ટના ખિસ્સામાંથી વિવિધ કંપનીના કુલ 8 એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. પૂછપરછ દરમ્યાન મોબાઇલના બિલ અંગે આરોપી સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મોબાઇલ ચોરી અથવા છળકપટ દ્વારા મેળવવામાં આવ્યા છે. પોલીસે અંદાજે 69 હજાર રૂપિયાના મોબાઇલ કલમ 106 હેઠળ કબજે કર્યા છે અને વધુ તપાસ માટે આરોપીને વારાહી પોલીસને સોંપ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ