મહેસાણા જિલ્લાના ફીંચડી ગામે 1.80 કરોડના આર.સી.સી. રોડનું લોકાર્પણ
મહેસાણા, 22 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ફીંચડી ગામે આજે 1 કરોડ 80 લાખના ખર્ચે બનેલા આર.સી.સી. રોડનું લોકાર્પણ બેચરાજી વિધાનસભાના ધારાસભ્ય સુખાજી ઠાકોરના વરદહસ્તે કરવામાં આવ્યું. ગામના વિકાસ માટે રચાયેલ આ સુવિધા લોકાર્પણ પ્રસંગે
મહેસાણા જિલ્લાના ફીંચડી ગામે 1.80 કરોડના આર.સી.સી. રોડનું લોકાર્પણ


મહેસાણા, 22 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ફીંચડી ગામે આજે 1 કરોડ 80 લાખના ખર્ચે બનેલા આર.સી.સી. રોડનું લોકાર્પણ બેચરાજી વિધાનસભાના ધારાસભ્ય સુખાજી ઠાકોરના વરદહસ્તે કરવામાં આવ્યું. ગામના વિકાસ માટે રચાયેલ આ સુવિધા લોકાર્પણ પ્રસંગે વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે બેચરાજી તાલુકા ભાજપ પ્રમુખ કમલેશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન મયુરભાઈ પટેલ, જિલ્લા સભ્ય રામાજી ઠાકોર, તાલુકા ભાજપ મહામંત્રી લક્ષ્મણસિંહ સોલંકી, સ્થાનીક ડેલીગેટ ભરતજી ઠાકોર તેમજ ગામના સરપંચ, આગેવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. લોકાર્પણ પ્રસંગે ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande