પાટણ, 22 ઓગસ્ટ (હિ.સ.): પાટણ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસતા ઝાપટાંએ ઉકળાટભર્યા વાતાવરણને ઠંડક આપી દીધી છે. શુક્રવારે સાંજે મેઘરાજાના ધોધમાર આગમનથી શહેરની ગલીઓમાં પાણી ભરાઈ ગયાં અને ગરમીથી પરેશાન રહેલા લોકોએ નિશ્વાસનો શ્વાસ લીધો.
આ પ્રથમ વરસાદી ઝાપટાંથી ખેડૂતોમાં વિશેષ ખુશીની લાગણી પ્રસરી છે. યોગ્ય વરસાદથી ખેતીને પૂરતો ફાયદો થશે તેવી આશા સાથે ખેડૂતવર્ગ આનંદિત થઈ નવો ઉત્સાહ અનુભવી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ