ભેસ્તાનમાં સેફરોન કંપની સાથે 56.91 લાખની છેતરપિંડી
સુરત, 22 ઓગસ્ટ (હિ.સ.)-શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલ સેફરોન ક્રિએશન નામની પેઢી માંથી ત્રણ ઠગ બાજએ રૂપિયા 56.91 લાખનો સાડી અને દુપટ્ટાનો માલ ખરીદી કર્યો હતો. જોકે બાદમાં એક પણ રૂપિયો નહીં ચૂકવી ત્રણેય ઠાંબાજો દુકાન બંધ કરી ફરાર થઈ ગયા હતા. જેથી ભોગ બ
ભેસ્તાનમાં સેફરોન કંપની સાથે 56.91 લાખની છેતરપિંડી


સુરત, 22 ઓગસ્ટ (હિ.સ.)-શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલ સેફરોન ક્રિએશન નામની પેઢી માંથી ત્રણ ઠગ બાજએ રૂપિયા 56.91 લાખનો સાડી અને દુપટ્ટાનો માલ ખરીદી કર્યો હતો. જોકે બાદમાં એક પણ રૂપિયો નહીં ચૂકવી ત્રણેય ઠાંબાજો દુકાન બંધ કરી ફરાર થઈ ગયા હતા. જેથી ભોગ બનનાર વેપારીએ ભેસ્તાન પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના અડાજણ વિસ્તારમાં એલપી સવાણી રોડ પર સૌરભ સોસાયટીની પાછળ આવેલ સિલ્વર ક્રેસ્ટ ગ્રીન માર્કેટ માં રહેતા પ્રશાંત ગણપતિ મિશ્રા ભેસ્તાન વિસ્તારમાં સેફ્રોન ક્રિએશન નામની પેઢી ધરાવે છે. ગત તારીખ 3/7/2024 થી 22/8/2024 સુધીના સમયગાળાની અંદર પ્રશાંતભાઈ દલાલ યોગેશ તિવારી અને દલાલ ગગન તિવારી મારફતે ઇન્દ્ર કાલુભાઇ પુરોહીત (શુભ લક્ષ્મી ક્રિએશનના પ્રોપાયટર) (રહે.સી-401 સુડા સહકારી રેસીડેન્સી કુંભારીયા રોડ કુંભારીયા સુરત શહેર મુળ રહે.સ્કુલની પાછળ કુંભાર વાસ મામાવાલી સિરોહી રાજસ્થાન)ના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ બંને દલાલોએ ઇન્દ્ર પુરોહિત મોટા વેપારી હોવાની ઓળખાણ આપી હતી. ત્યારબાદ તેમની મુલાકાત કરાવ્યા બાદ અલગ અલગ સમયે અલગ અલગ બિલથી કુલ રૂપિયા 56.91 લાખનો સાડી અને દુપટ્ટા નો માલ ખરીદી કર્યો હતો અને આ માલના પૈસા ટૂંક સમયમાં ચૂકવી આપવાનો વાયદો પણ આપ્યો હતો. પરંતુ ઇન્દ્ર પુરોહિત અને યોગેશ તિવારી તથા ગગન તિવારીએ એક પણ રૂપિયો નહીં આપી, સમય પસાર કરી આખરે દુકાન બંધ કરી પલાયન થઈ ગયા હતા. જેથી પ્રશાંત મિશ્રાને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં, તેઓએ ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે ત્રણેય સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande