પોરબંદર, 22 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદરના ચોપાટી ખાતેના દરિયામાં આજે સવારે અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
પોરબંદરના ચોપાટી ખાતેના દરિયા કિનારે આજે સવારના સમયે અજાણ્યા પુરૂષનો મૃતદેહ તણાઈ આવ્યો હતો, આ બનાવની જાણ અહિં મોર્નીંગ વોકમાં આવતા લોકોએ પોલીસને કરતા પોલીસ તુરત દોડી ગઇ હતી અને મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ પુરુષની ઓળખ મેળવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. યુવાનનુ અકસ્માત દરિયામા ડુબી ગયો કે અન્ય કોઈ કારણોસર તેમનુ મોત થયુ તેમને લઇ પોલીસે તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya