જામનગર, 22 ઓગસ્ટ (હિ.સ.): જામનગર જિલ્લાના ધ્રોલ શહેરથી ૧ કિલોમીટર દૂર ભૂચરમોરીનું ઐતિહાસિક મેદાન આવેલું છે. આ સ્થળ પર પ્રતિવર્ષ શ્રાવણ માસની વદ તેરસ, ચૌદસ અને અમાસ એમ ત્રિદિવસીય લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ તા. ર૩/૮ (અમાસ) સુધી લોકમેળો યોજાશે.
ધ્રોલ નગરપાલિકા સંચાલિત આ લોકમેળાનું ઉદ્ઘાટન તા. રર/૮ ને શુક્રવારે સાંજે ૪ વાગ્યે ધ્રોળ ન.પા.ના કારોબારી અધ્યક્ષ સુરેશજતી રેવાજતી ગોસાઈના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે પ્રજાજનોને ઉપસ્થિત રહેવા ધ્રોલ ન.પા.ના પ્રમુખ વિજયભાઈ વાઘેલા, ઉપપ્રમુખ રંજનબેન દલસાણિયા, કારોબારી અધ્યક્ષ સુરેશજતી ગોસાઈ, ચિફ ઓફિસર નિકુંજભાઈ વોરા તથા ન.પા.ના સર્વે સભ્યો દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt