પોરબંદર,22 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર જિલ્લામાં નાના-મોટા ઔધોગિક એકમો આવેલ છે તથા અન્ય બાંધકામના કામોમાં તેમજ હાલમાં ખેતીકામ માટે બહારથી કે અન્ય રાજયોમાંથી મજુરો લાવી મજુરી કામ કરાવતા હોય છે. આવા સંજોગોમાં જાહેર જનતાની સલામતિ તથા સુરક્ષા માટે તકેદારીના પગલા લેવા માટે પોરબંદર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જે.બી.વદર દ્વારા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલ તમામ ઔધોગિક એકમો, ખાનગી એકમો તથા સંસ્થાઓમાં સંગઠીત તેમજ અસંગઠીત શ્રમિકો,કામદારોને રોજગારી આપતી વખતે નજીકના પોલીસ સ્ટેશનમાં માહિતી સાથે યાદી રજુ કરવા અંતગર્ત જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ-163 હેઠળ પોરબંદર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલ તમામ ઔધોગિક એકમો, ખાનગી એકમો તથા સંસ્થાઓમાં સંગઠીત તેમજ અસંગઠીત શ્રમિકો, કામદારોને રોજગારી આપતી વખતે તેઓનો પૂર્વ ઇતિહાસ, નાગરિકતા અને ઓળખ અંગે સબંધિત પોલીસ સ્ટેશને માહિતી સાથે યાદી રજુ કરવાની રહેશે અને તેમની વેરીફાઇ અને ચોકસાઇ કરવાની રહેશે.સરકારી કચેરી,અર્ધ સરકારી કચેરી, બોર્ડ, નિગમ, સરકારી સંસ્થા તથા સરકારી ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાને અધિકારી, કર્મચારીઓને આ જાહેરનામામાંથી મુકિત આપવામાં આવે છે.
આ જાહેરનામું તા.19/08/2025થી દિન-60 સુધી અમલમાં રહેશે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 મુજબ સજાને પાત્ર થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya