સુરત, 22 ઓગસ્ટ (હિ.સ.)-શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતી કિશોરીના પિતાએ કાપોદ્રા પોલીસ મથકમાં તેમની દીકરીની છેડતીની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેની દીકરીના ક્લાસમાં જ અભ્યાસ કરતા વિદ્યાર્થીના મામા નો દીકરો, કિશોરીને ફોન મેસેજ કરી હેરાન પરેશાન કરતો હતો. જેથી આખરે બનાવને પગલે પોલીસે કિશોરી ના પિતાની ફરિયાદ લઈ યુવક સામે છેડતીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે, કાપોદ્રા વિસ્તારમાં રહેતી 14 વર્ષની કિશોરી સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ દરમિયાન તેમની શાળામાં તેમના ક્લાસમાં જ તેની સાથે અભ્યાસ કરતા એક કિશોર સાથે તેને અવારનવાર વાતચીત થતી હતી અને સાથે ભણતા હોવાને કારણે એકબીજાના મોબાઈલ નંબર પણ આપ લે કરી રાખ્યા હતા. પરંતુ બાદમાં કિશોરી નો મોબાઇલ નંબર તેમના ક્લાસમેટ પાસેથી મામાના દીકરાએ મેળવી લીધો હતો અને બાદમાં કિશોરીને ફોન મેસેજ કરી હેરાન પરેશાન કરવાનું ચાલુ કર્યું હતું. જેથી કિશોરીએ ફોન મેસેજનો કોઈ જવાબ નહીં આપતા, બાદમાં પણ વધુ ફોન પર ફોન કરી ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું. જેથી આખરે ભોગ બનનાર કિશોરીએ સઘળી હકીકત પિતાને જણાવી હતી. બનાવને પગલે ગતરોજ કિશોરીના પિતાએ કાપોદ્રા પોલીસ મથકમાં આમા મને ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે છેડતીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે