પોરબંદર, 23 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરના બિલેશ્વર ગામે ડેમ તરફ જતા રસ્તે આંબાના ઝાડ નીચે જુગારની મોજ ચાલી રહી હોવાની બાતમીના આધારે રાણાવા પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા વિજય દેવશી ઓડેદરા, કેશુ બાબુ ગોહેલ, ભરત લખમણ બારીયા અને ભરત ભીખુ બાપોદરાને ઝડપી લઇ સ્થળ પરથી રૂ.24,350નો મુદામાલ કબ્જે કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya