પોરબંદર, 23 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં જાહેરમા જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડી જુગાર રમી રહેલા સંજય ગોવિંદ ઢાંકેચા, શૈલેષ રામજી ઢાંકેચા, મનિષ નારણ જેઠવા, હર્ષદ નારણ જેઠવા, હિતેષ બાબુ પાટણેશા, જીજ્ઞેશ ચિમન ઢાંકેચા, પ્રશાંત રાજુ બાપોદરા અને રસીક ખીમા રાઠોડને ઝડપી લઈ સ્થળ પરથી રૂ.25,800ની મતા કબ્જે કરી તેમની સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામા આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya