વડોદરા, 23 ઓગસ્ટ (હિ.સ.)-વડોદરામાં સ્કૂટર પાર્ક કરી વિદેશી દારૂની બોટલો વેચાતા હોવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે.
તાજેતરમાં ન્યૂ વીઆઈપી રોડ પરથી દારૂ વેચતો એક શખ્સ પકડાયા બાદ ગઈ રાત્રે રામતા રોડ પર પાવનધામ સોસાયટી પાસે પોલીસે વધુ એક ખેપિયાને ઝડપી પાડ્યો હતો.
પોલીસે જણાવ્યું પ્રમાણે ઝડપાયેલો શખ્સ ભાવેશ ઉર્ફે શંભુ જશુભાઈ પઢિયાર (રહે. અનગઢ ફળિયું, ગોરવા) હોવાનું બહાર આવ્યું. તેની પાસેથી કુલ 18 વિદેશી દારૂની બોટલ અને સ્કૂટર સહિત અંદાજે અડધો લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે