જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ગણેશોત્સવ ઉજવણી અંતર્ગત આયોજકો સાથે બેઠક યોજાઈ.
પોરબંદર, 23 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી, પોરબંદર ખાતે આગામી ગણેશોત્સવ ઉજવણી અંતર્ગત આયોજકો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા 29 જિલ્લાઓમાં શ્રેષ્ઠ ગણેશ પંડાલ મ
જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને  ગણેશોત્સવ ઉજવણી અંતર્ગત આયોજકો સાથે બેઠક યોજાઈ.


જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને  ગણેશોત્સવ ઉજવણી અંતર્ગત આયોજકો સાથે બેઠક યોજાઈ.


જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને  ગણેશોત્સવ ઉજવણી અંતર્ગત આયોજકો સાથે બેઠક યોજાઈ.


પોરબંદર, 23 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી, પોરબંદર ખાતે આગામી ગણેશોત્સવ ઉજવણી અંતર્ગત આયોજકો સાથે બેઠક યોજાઈ હતી.

જેમાં કલેક્ટરએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા 29 જિલ્લાઓમાં શ્રેષ્ઠ ગણેશ પંડાલ માટે સ્પર્ધા યોજાશે. જેમાં પોરબંદર જિલ્લાનો પણ સમાવેશ થાય છે. આ પ્રતિયોગિતા પ્રથમ ક્રમે આવનાર પંડાલને રૂપિયા 5,00,000, દ્વિતીય ક્રમે આવનાર પંડાલને રૂપિયા 3,00,000, તૃતીય ક્રમે આવનાર પંડાલને રૂપિયા 1,50,000 તથા રૂપિયા 1,000,000નાં પાંચ પ્રોત્સાહક પુરસ્કાર આપવામાં આવશે.

વધુમાં તેમણે રાજ્ય સરકાર દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે જેમાં મંડપની શોભા તથા શણગાર, સામાજિક સંદેશ, ઈકો-ફ્રેન્ડલી તત્વોનો ઉપયોગ, પંડાલ માટે યોગ્ય સ્થળની પસંદગી, રાષ્ટ્રભક્તિ આધારિત થીમ તથા સ્વદેશી સામગ્રીના ઉપયોગ સહિતની ગાઇડલાઇન મુજબ બાબતોને ધ્યાને લઈને શ્રેષ્ઠ પંડાલની પસંદગી કરવામાં આવશે જેની વધુ વિગતો આપી હતી.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, પોરબંદર મહાનગરપાલિકા કમિશનર હસમુખ પ્રજાપતિ સહિતનાં ગણેશ ઉત્સવ સમિતિના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande