પાટણ, 23 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુર મા દંપતી બાઈક ઉપર જતા વહેલી સવારે ટ્રક ની ટક્કર વાગતા પતીનુ ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ અને પત્ની ને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ગંભીર ઈજાઓ કારણે પત્ની નુ પણ મોત નીપજ્યું હતુ..
સિદ્ધપુર મા અલિપુર વિસ્તાર ખાતે રહેતા પટણી વિક્રમભાઈ નટવરભાઈ અને પટણી ચંચીબેન વિક્રમભાઈ બંને દંપતી શાકભાજી નો ધંધો કરીને પોતાના પરિવાર નુ ગુજરાન ચલાવતા હતા. શનિવારે રોજ બરોજ ની જેમ વહેલી સવારે બાઈક ઉપર ગંજ બજાર ખાતે શાકભાજી નો માલ સામાન લેવા જતી વખતે તાવડીયા ચોકડી ખાતે પાછળ થી આવી રહેલ ટ્રક GJ 02 AT 0938 વાળાએ ટક્કર મારતા બંને દંપતી બાઈક સાથે ટ્રકના ટાયર નીચે આવી જતા પટણી વિક્રમભાઈ નટવરભાઈ નુ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ તેમજ પટણી ચંચીબેન વિક્રમભાઈ ને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેઓનું પણ ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે મોત નીપજ્યું હતુ.બંને દંપતી ને સંતાનમાં 4 પુત્રીઓ અને એક પુત્ર છે જે હાલમા અભ્યાસ કરે છે જેમને પરિવારમા કમાવનાર માતા પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર તેમજ પટણી સમાજમા શોક ની લાગણી છવાઈ જવા પામી હતી.
ઘટનાને પગલે વહેલી સવારે તાવડીયા ચોકડી ખાતે ટ્રાફિક સર્જાતા પોલીસ ઘટના સ્થળે પહોચી ટ્રાફિક દુર કરી ટ્રક ચાલક ને પકડી અકસ્માતે મોત નો ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ