સાબરમતી નદી પટ્ટ વિસ્તારમાં આકસ્મિક તપાસ, 60 લાખનો ખનિજ કિંમતનો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગર, 23 ઓગસ્ટ (હિ.સ.): કલેક્ટર, ગાંધીનગર મેહુલ દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંત ની સુચના મેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતુંની ક્ષેત્રીય ટીમ દ્વારા કરવામાં આવતી બિનઅધિકૃત ખની
મુદામાલ જપ્ત


ગાંધીનગર, 23 ઓગસ્ટ (હિ.સ.): કલેક્ટર, ગાંધીનગર મેહુલ દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંત ની સુચના મેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતુંની ક્ષેત્રીય ટીમ દ્વારા કરવામાં આવતી બિનઅધિકૃત ખનીજ ખનન, વાન અને સંગ્રહ અન્વયેની સઘન કામગીરી અન્વયે સરકારશ્રીની ડ્રોન સર્વેલન્સ અભિયાન અંતર્ગત અત્રેની કચેરીના માઈન્સ સુપરવાઝર, રણછોડભાઈ આહીર દ્વારા તા. ૨૦/૦૮/૨૦૨૫ ના રોજ સાંજનાં ૦૪:૩૦ કલાકે મોજે.લાકરોડા તા.માણસા, જી.ગાંધીનગર ખાતે થી પસાર થતી સાબરમતી નદી પટ્ટ વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સથી આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવેલ તપાસ દરમ્યાન 01 હુન્ડાઈ કંપનીનું એક્સેવેટર મશીન નં.HYNDN635CE0006936 જેના માલિક મકવાણા સુરેશજી બબાજી રો-લાકરોડા તા.માણસા જી.ગાંધીનગર દ્વારા સાદીરેતી ખનીજનું બિનઅધિકૃત ખનન કરતા હોવાનું માલુમ પડતા. સદર એક્સેવેટર મશીનને જપ્ત કરવામાં આવેલ. સુંદર તાપસ અન્વયેની કામગીરી તા.૨૧/૦૮/૨૦૨૫ ના સવારે ૦૪:૦૦ કલાકે પૂર્ણ થતાં સદર મશીન ને સાદીરેતી ખનીજનાં બિનઅધિકૃત ખોદકામ કરવા સબબ સીઝ કરી પીપળજ ચેકપોસ્ટ પીપળજ તા.જી.ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ.

આમ, સદર સીઝ કરેલ ૦૧- હુન્ડાઈ કંપનીનું એક્સેવેટર મશીનની આશરે ૬૦ લાખ અને ખનિજ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. તેમજ બિન-અધિકૃત ખોદકામ કરેલ સાદીરેતી ખનિજના ખાડાના જથ્થાની માપણી કરી દંડકીય રકમની વસુલાત અંગેની કાર્યવાહી ધરવામાં આવશે. ઉપરોક્ત જપ્ત કરેલ મશીનના વાઇનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી ધરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande