અંબાજી, 23 ઓગસ્ટ (હિ. સ) યાત્રાધામ અંબાજી ખાતે આગામી 1 સપ્ટેમ્બરથી સાત દિવસીય ભાદરવી પૂનમનો
મહામેળો યોજાનાર છે જેને લઇ જિલ્લાના તમામ વિભાગનું વહીવટી તંત્ર કામે લાગ્યું છે
ત્યારે ખાસ કરીને જિલ્લાનું ખાદ્ય ઔષધિનિયમનવિભાગ એક્સન મોડમાં જોવા મળી
રહ્યું છે અંબાજીમાં આજે ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા વિવિધ ટિમો બનાવી અંબાજીના
ખાધા ખોરાકીની સામગ્રી વેંચતા 50 જેટલા એકમો ઉપર ઓચિંતી તપાસ હાથ ધરી હતી જેમાં હોટલ ,રેસ્ટોરેન્ટ સોડા સરબતની લારી જેવી
અનેક ખાદ્ય સામગ્રી વેંચતા એકમોની ખરાઈ હાથ ધરવામાં આવી હતી જેમાં વાસી ખોરાક અને
એક્ષ્પાયરી ડેટ વાળા ખાદ્ય નમૂના પણ લેવામાં આવ્યા હતા અંબાજીમાં ભાદરવી પૂનમનો
મહામેળો ભરનાર છે ત્યારે અંબાજી આવતા યાત્રિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ના થાય તેની
પુરી તકેદારી હાથ ધરવામાં આવી રહી છે જોકે હમણાં સુધીમાં એવી કોઈ પણ શંકાસ્પદ
ચીજવસ્તુ મળી આવેલ નથી ને આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ આ કામગીરી મેળો
પૂર્ણ ન થાય ત્યાં સુધી ચલાવવામાં આવશે અને જો ખાધા ખોરાકી ની ચીજ વસ્તુ માં કોઈ
પણ જાતની ચૂંક જોવા મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવા પણ ચીમકી ઉચારવામાં આવી
હોવાનું વિપુલ રાઠોડ (આરોગ્ય સુપરવાઈઝર) દાંતાએ જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ