ડબલિંગ કામને કારણે, કાનાલુસ-પોરબંદર અને પોરબંદર-કાનાલુસ લોકલ ટ્રેનો, 15 સપ્ટેમ્બર સુધી આંશિક રદ
ભાવનગર 23 ઓગસ્ટ (હિ.સ.) પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળમાં આવેલા લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાં ચાલી રહેલા ડબલિંગ કામને કારણે 23 ઑગસ્ટથી 15 સપ્ટેમ્બર, 2025 સુધી કાનાલુસ-પોરબંદર અને પોરબંદર-કાનાલુસ લોકલ ટ્રેનો આંશિક રીતે રદ રહેશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મં
ડબલિંગ કામને કારણે, કાનાલુસ-પોરબંદર અને પોરબંદર-કાનાલુસ લોકલ ટ્રેનો, 15 સપ્ટેમ્બર સુધી આંશિક રદ


ભાવનગર 23 ઓગસ્ટ (હિ.સ.) પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળમાં આવેલા લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાં ચાલી રહેલા ડબલિંગ કામને કારણે 23 ઑગસ્ટથી 15 સપ્ટેમ્બર, 2025 સુધી કાનાલુસ-પોરબંદર અને પોરબંદર-કાનાલુસ લોકલ ટ્રેનો આંશિક રીતે રદ રહેશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ વિગતવાર માહિતી નીચે મુજબ છે:

આંશિક રીતે રદ કરવામાં આવેલી ટ્રેનો:

• ટ્રેન નં. 59206 પોરબંદર-કાનાલુસ લોકલ 23.08.2025થી 15.09.2025 સુધી ગોપજામ-કાનાલુસ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. એટલે કે આ ટ્રેન પોરબંદરથી ચાલીને ગોપજામ સુધી જશે અને ગોપજામ-કાનાલુસ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

• ટ્રેન નં. 59205 કાનાલુસ-પોરબંદર લોકલ 23.08.2025થી 15.09.2025 સુધી કાનાલુસ-ગોપજામ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. એટલે કે આ ટ્રેન કાનાલુસની જગ્યાએ ગોપજામ સ્ટેશનથી ચાલશે અને ગોપજામથી ચાલીને પોરબંદર સુધી જશે.

રેલ યાત્રીઓ થી વિનંતી છે કે, તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીની શરૂઆત કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લે જેથી કોઈ પ્રકારની અસુવિધા ન થાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande