દાદી પ્રકાશમણિની પુણ્યસ્મૃતિમાં, પાટણમા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયમા રક્તદાન કેમ્પ, ૩૭ બોટલ રક્ત એકત્રિત
પાટણ, 23 ઓગસ્ટ (હિ.સ.)પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, પાટણ ખાતે દાદી પ્રકાશમણિજીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારપુર મેડિકલ હોસ્પિટલ બ્લડ બેંકના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં કુલ ૩૭ બોટલ રક્ત એકત્ર
દાદી પ્રકાશમણિની પુણ્યસ્મૃતિમાં પાટણમા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયમા રક્તદાન કેમ્પ, ૩૭ બોટલ રક્તએકત્રિત


પાટણ, 23 ઓગસ્ટ (હિ.સ.)પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, પાટણ ખાતે દાદી પ્રકાશમણિજીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારપુર મેડિકલ હોસ્પિટલ બ્લડ બેંકના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં કુલ ૩૭ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારપુર મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ ડીન ડૉ. અનિલભાઈ ભતીજા ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાની મુખ્ય સંચાલિકા રાજયોગિની બી.કે. નીલમદીદીએ રક્તદાતાઓને આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે રક્તદાન એક મહાન સેવા કાર્ય છે, જેના દ્વારા અનેક દર્દીઓના પ્રાણ બચાવી શકાય છે. કેમ્પમાં બી.કે. નિધિદીદી, સંસ્થાના ભાઈઓ-બહેનો તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા બી.કે. નીતાદીદી, મનસુખભાઈ, નીતિનભાઈ પટેલ અને અરવિંદભાઈએ ઊરજીત યોગદાન આપ્યું હતું. ધારપુર બ્લડ બેંકના તબીબો તથા નર્સિંગ સ્ટાફે પણ પૂરતો સહકાર આપ્યો હતો. અંતે રાજયોગિની બી.કે. નીલમદીદીએ તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર તથા ભેટ આપી સન્માનિત કર્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande