વોટચોરીના મામલે ભુજમાં કચ્છ કોંગ્રેસના ધરણા, રામધૂન બોલાવાઈ
ભુજ - કચ્છ, 23 ઓગસ્ટ (હિ.સ.) દેશમાં વોટ ચોરી મુદ્દે રાહુલ ગાંધી બિહારમાં વોટ અધિકાર યાત્રા કરી રહ્યા છે,જેને સમગ્ર બિહારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જન સમર્થન મળી રહ્યું છે અને દેશમાં આ મુદ્દે ધરણા અને પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે,આ કાર્યક્રમના ભાગરૂપે
ભુજમાં કોંગ્રેસ દ્વારા ધરણા


ભુજ - કચ્છ, 23 ઓગસ્ટ (હિ.સ.) દેશમાં વોટ ચોરી મુદ્દે રાહુલ ગાંધી બિહારમાં વોટ અધિકાર યાત્રા કરી રહ્યા છે,જેને સમગ્ર બિહારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જન સમર્થન મળી રહ્યું છે અને દેશમાં આ મુદ્દે ધરણા અને પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે,આ કાર્યક્રમના ભાગરૂપે આજે ભુજ ખાતે જ્યુબિલી ગ્રાઉન્ડ સર્કલ ખાતે જિલ્લા પ્રમુખ વી. કે. હુંબલની આગેવાનીમાં ધરણા યોજાયા હતા,જેમાં બહોળી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

સરકાર પર કરાયા આકરા પ્રહારો, બોગસ મતદાનથી જીત ભાજપ સરકાર દ્વારા થતી મતોની ચોરીના મુદ્દે કોંગ્રેસ ન્યાય મેળવીને જંપશે તેવું જિલ્લામથકે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયેલા ધરણા કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું. આ તકે હુંબલે સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે,આ સરકાર દેશ વિરોધી અને વોટ ચોરી કરીને સત્તામાં આવી છે. સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા,આગેવાનોએ રામધૂન બોલાવી હતી. સમગ્ર દેશની સાથે કચ્છમાં પણ એક લાખ કરતાં વધારે બોગસ મતદારો કે ડબલ નામ તેમજ સ્થળાંતર કરી ગયેલા લોકાનાં નામો મતદાર યાદીમાં ચાલુમાં છે,તેમજ ભાજપ દ્વારા દરેક ચૂંટણીમાં બોગસ મતદાન કરાવી ચુંટણીઓ જીતે છે.

કોંગ્રેસ બોગસ મતદારોના નામ શોધીને લોકશાહી જીવંત રાખશે કોંગ્રેસપક્ષના કાર્યકરો દરેક તાલુકે અને શહેર મથકે પણ ઉગ્ર આંદોલન કરી અને સમગ્ર જિલ્લામાં આવા બોગસ મતદારોનાં નામો શોધી અને હટાવી લોકશાહી જીવંત રાખશે. આ કાર્યક્રમમાં રામદેવાસિંહ જાડેજા,કિશોરદાન ગઢવી,લાખાજી સોઢા,ચેતન જોષી,અનિલ બત્તા,ભરત ગુપ્તા,રાણુભા જાડેજા,રસિકબા જાડેજા,અલીભાઈ કુંભાર,સહિતના આગેવાનો તેમજ તાલુકા/શહેરના પ્રમુખો સહિતના મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા તેમજ વ્યવસ્થા અંજલી ગોર,પાર્થ હુંબલ,માધવ રૂપાણી દ્વારા કરવામાં આવી હતી. તેવું જિલ્લા પ્રવકતા ગની કુંભાર દ્વારા જણાવાયું હતું.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande