પોરબંદર, 23 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદરના વિરડી પ્લોટ વિસ્તારમાં રહેતા મીનાબેન વિવેકભાઈ મંગેરાએ ર્કિતિમંદિર પોલીસ સ્ટેશનમા એવી ફરીયાદ નોંધાવી છે કે તેમના પતિ વિવેક ઘરે આવતા હતા તે દરમ્યાન રસ્તામા જગ્યા નહિં હોવાથી આગળ ઉભેલ ચાર-પાંચ લોકોએ એવુ કહ્યુ કે આ તારા બાપની જગ્યા છે તેમ કહી અશ્વિન સામજી અને તેમની પત્નિ મધુબેને છત્રી વડે હુમલો કરી આંખના ભાગે ઈજા પહોંચાડી હતી.
આ ઝઘડમા મીનાબેન અને કુસુમબેન વચ્ચે પડતા તેમને પણ ધકકો મારી દીધો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે ઉદ્યોગનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya