ગીર સોમનાથ 23 ઓગસ્ટ (હિ.સ.) બાગાયતખાતા દ્વારા રાજયભરમાં કેનીંગ અને કિચન ગાર્ડન યોજનામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારની મહિલાઓને ફળ અને શાકભાજી પરીક્ષણ અંગેની ૨ તથા ૫ દિવસીય તાલીમ આપવામાં આવે છે.
આ યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને દૈનિક રૂ. ૨૫૦/- સ્ટાઈપેન્ડ પણ ચૂકવવામાં આવશે અને તાલીમના અંતે પ્રમાણપત્ર આપવામાં આવશે. જેનો લાભ લેવા માંગતા મહિલા તાલીમાર્થીઓએ તથા અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ ( માળી તાલીમ )ના ઓનલાઇન ફોર્મ ભરવા માટે વર્ષ: ૨૦૨૫ – ૨૬ માટે નવીન આઇ - ખેડૂત પોર્ટલ ૨.૦ તારીખ: ૨૮/૦૮/૨૦૨૫ સુધીમાં અરજી કરવાની રહેશે.
લાભ લેવા માટે www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. વર્ષ: ૨૦૨૫-૨૬ થી નવીન આઇ - ખેડુત પોર્ટલ ૨.૦ પર નોંધણી કર્યા બાદ જ અરજી કરી શકશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઇ મહિલા તાલીમાર્થીઓએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહિત નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, નગર પાલિકા સામે, વિનાયક પ્લાઝા, ત્રીજો માળ, ટેલીફોન નં. ૦૨૮૭૬-૨૪૦૩૩૦, વેરાવળ ખાતે બીનચૂક જમા કરાવવાના રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ