ગીર સોમનાથ, 23 ઓગસ્ટ (હિ.સ.) આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ અને અમાસને લઈ પ્રાચી તીર્થ માં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી અમાસ ને પ્રાચી તીર્થ ના મોક્ષ પીપળે લોકો પિતૃ દર્પણ ના કર્યો કરતા જોવા મળ્યા.
આ દ્ર્શ્યો છે પ્રાચી તીર્થ ના જ્યાં આજે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે કારણ કે આજે શ્રાવણ માસ નો અંતિમ દિવસ અને ભાદરવી અમાસ ને લઈ અહી પિતૃ કાર્ય માટે શુભ સ્થળ મનાય છે. કારણ કે પ્રાંચી ગામે ઐતિહાસિક પીપળો આવેલો છે. શ્રીમદ્દ ભાગવતમાં આ પીપળાનું ખાસ મહત્વ વર્ણવેલું છે. આજે ભાદરવી અમાસને લઈને લઈ હજ્જારો લોકો પિતૃતર્પણ માટે પ્રાંચી આવ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણ એ પોતાના પિતૃઓના મોક્ષ અર્થે પ્રાચી નાં પીપળે પાણી રેડી પિતૃ તર્પણ કર્યું હતું. અને કહેવાય છે કે, 'સો વાર કાશી અને એક વાર પ્રાંચી'. સો વખત કાશી વિશ્વનાથનાં દર્શન કરવાથી જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. તે પ્રાચી તીર્થમાં થાય છે.
આજે વહેલી સવારથી જ અમાસ ને લઈને ગુજરાત સહિત દેશ ભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ પ્રાંચી તિર્થે ઉમટી રહ્યા છે. અહીંના મોક્ષ પીપળે પાણી રેડી પિતૃતર્પણ કરીને માધવરાયજીના ભાવ પૂર્વક દર્શન કરી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. પ્રાચીમાં સરસ્વતી નદી પૂર્વ તરફ વહે છે. અહીં આવેલા પવિત્ર કુંડમાં સ્નાન કરવાથી પુણ્યફળ ની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુ માધવરાયજી સ્વરૂપે અહીં સાક્ષાત બિરાજે છે. તેમના પૂજન, અર્ચન અને દર્શન કરવાથી મહાલક્ષ્મીની કૃપા રહે છે. વ્યાપાર ધંધામાં વૃદ્ધિ થાય છે. નોકરીમાં પદોઉન્નતી મળે છે. અહીં પિતૃતર્પણ કરવાથી ગૃહકલેશ દૂર થાય છે.સામાજિક માન સન્માન અને પ્રતિષ્ઠા વધે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ