વારાહીના ભીડભંજન હનુમાનજી મંદિર ગૌશાળામાં 55 હજારના સામાનની ચોરી
પાટણ, 23 ઓગસ્ટ (હિ.સ.): વારાહી ખાતે આવેલા પ્રસિદ્ધ ભીડભંજન હનુમાનજી મંદિરની ગૌશાળામાંથી અજાણ્યા શખ્સે કુલ 55,000 રૂપિયાની મત્તાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. અંબિકા સોસાયટી, વારાહીના રહેવાસી શશીકાંતભાઈ જમનાલાલભાઈ ઠક્કરે આ અંગે પોલીસમાં ફરિયાદ નો
વારાહીના ભીડભંજન હનુમાનજી મંદિર ગૌશાળામાં 55 હજારની ચોરી


પાટણ, 23 ઓગસ્ટ (હિ.સ.): વારાહી ખાતે આવેલા પ્રસિદ્ધ ભીડભંજન હનુમાનજી મંદિરની ગૌશાળામાંથી અજાણ્યા શખ્સે કુલ 55,000 રૂપિયાની મત્તાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. અંબિકા સોસાયટી, વારાહીના રહેવાસી શશીકાંતભાઈ જમનાલાલભાઈ ઠક્કરે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ચોરી ગયેલી વસ્તુઓમાં 40 ફૂટનો લોખંડનો કથેડો (કિંમત 25,000 રૂપિયા), 15 નંગ લોખંડની બારીઓ (કિંમત 15,000 રૂપિયા), 10 નંગ લોખંડની જાળીઓ (કિંમત 10,000 રૂપિયા) અને એક લાકડાનો દરવાજો (કિંમત 5,000 રૂપિયા) સામેલ છે.

વારાહી પોલીસે આ ગુનામાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 6.303(2) હેઠળ ગુનો દાખલ કર્યો છે અને ઘટનાની તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande