શંખેશ્વર મહાતીર્થના શ્રી જહાજ મંદિર ખાતે પર્યુષણ પર્વની ભવ્ય ઉજવણી
પાટણ, 23 ઓગસ્ટ (હિ.સ.)શંખેશ્વર મહાતીર્થના શ્રી જહાજ મંદિર એન્કરવાલા ધામમાં પર્યુષણ પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. દેરાસરના મૂળનાયક શ્રી અષાઢીય પાર્શ્વનાથ પ્રભુજીને મોતી, સોના-ચાંદીનો વરખ, રેશમ દોરી, રેશમી ઉન, ટીકા અને ફૂલો વડે વિશેષ આંગી શણગાર કરવામાં
શંખેશ્વર મહાતીર્થના શ્રી જહાજ મંદિર ખાતે પર્યુષણ પર્વની ભવ્ય ઉજવણી


પાટણ, 23 ઓગસ્ટ (હિ.સ.)શંખેશ્વર મહાતીર્થના શ્રી જહાજ મંદિર એન્કરવાલા ધામમાં પર્યુષણ પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. દેરાસરના મૂળનાયક શ્રી અષાઢીય પાર્શ્વનાથ પ્રભુજીને મોતી, સોના-ચાંદીનો વરખ, રેશમ દોરી, રેશમી ઉન, ટીકા અને ફૂલો વડે વિશેષ આંગી શણગાર કરવામાં આવ્યો છે. આ દિવ્ય શણગારના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા છે.

પર્યુષણ પર્વ દરમિયાન શંખેશ્વરની વિવિધ ધર્મશાળાઓમાં આઠ દિવસ સુધી ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ અવધિ દરમિયાન પ્રભુજીની પક્ષાલ-પૂજા, આંગી, પ્રવચન અને પ્રતિક્રમણ જેવા ધાર્મિક પ્રસંગો યોજાશે. સાથે જ જીવદયા અને અનુકંપા દાનના કાર્યક્રમો પણ આયોજિત થશે.

જિનાલયના શણગારમાં નરેશ પૂજારી, કિસન, મહેન્દ્ર અને પ્રદીપે સેવા આપી છે. જિનાલય ડેકોરેશનનો લાભ કેનેડા ગ્રુપ તરફથી આશાબેન એસ. શાહે લીધો છે. સૌની સેવા અને સહકારથી પર્વની ભવ્યતા વધુ ઉર્ચિત બની છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande