જામનગર, 23 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના પવનચકકી સર્કલ પાસે સીટી-એ ડીવીઝન પીઆઇ નિકુંજ ચાવડા સહિતના સ્ટાફ દ્વારા રાત્રીના વાહન ચેકીંગ અંગે ડ્રાઇવ યોજવામાં આવી હતી, સીટી-બી પીઆઇ પી.પી. ઝા અને સ્ટાફ દ્વારા લીમડા લાઇન વિસ્તારમાં વાહન ચેકીંગ કરવામાં આવ્યુ હતું.
આ ઉપરાંત અન્ય વિસ્તારમાં નાઇટ ચેકીંગ ઝુંબેશ કરાઇ હતી અને ટ્રાફિક નિયમનના ભંગ સબબ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જામનગર જીલ્લા પોલીસ દ્વારા ગત રાત્રીના સ્પેશીયલ વાહન ચેકીંગ ડ્રાઇવ રાખેલ જેમાં જીપીએકટ ૧૩૫ના ૧૦, બ્લેક ફીલ્મના ૨૪, નશાકારક પદાર્થોનું સેવન ૬, નંબર પ્લેટ વીનાના ૭૧ તથા ફેન્શી નંબર પ્લેટવાળી ૩૪ ગાડીના ચાલકો વિરુઘ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt