જુનાગઢ 23 ઓગસ્ટ (હિ.સ.) જુનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે આવેલ ખાખી મઢી આશ્રમમાં ડેડકીયાળા પ્રા.આ.કે. રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર ને સફળ બનાવવા માટે મહંત સુખ રામદાસ બાપુ અને કલ્યાણદાસ બાપુ અને જમનાદાસ બાપુ આલીધરા મારુતિ ધામે સહયોગ કરાયો હતો. આ કેમ્પ ને સફળ બનાવવા માટે પ્રા.આ.કે ડેડકીયાળના મેડિકલ ઓફિસર ડો. પરમાર અને તેમની ટીમના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ