જૂનાગઢમાં ભારે વરસાદને પગલે પરિસ્થિતિ સાનુકૂળ ન થાય ત્યાં સુધી દામોદર કુંડ, વીલિંગડન ડેમ, જટાશંકર જવા પર રોક લગાવાઇ
જૂનાગઢ 23 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢમાં ભારે વરસાદ ને પગલે ઉપરવાસમાં પાણીની આવક વધતા યાત્રાળુઓ ની સલામતી માટે દામોદર કુંડ,જટાશંકર,વીલિંગડન ડેમ પર જવા માટે વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ સાનુકૂળ ન થાય ત્યાં સુધી રોક લગાવવામાં આવી છે. જૂનાગઢમાં હવામાન વ
જૂનાગઢમાં ભારે વરસાદને પગલે પરિસ્થિતિ સાનુકૂળ ન થાય ત્યાં સુધી દામોદર કુંડ, વીલિંગડન ડેમ, જટાશંકર જવા પર રોક લગાવાઇ


જૂનાગઢ 23 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢમાં ભારે વરસાદ ને પગલે ઉપરવાસમાં પાણીની આવક વધતા યાત્રાળુઓ ની સલામતી માટે દામોદર કુંડ,જટાશંકર,વીલિંગડન ડેમ પર જવા માટે વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ સાનુકૂળ ન થાય ત્યાં સુધી રોક લગાવવામાં આવી છે.

જૂનાગઢમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીના પગલે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભવનાથ માં આવેલ દામોદર કુંડ માં પાણી નું સ્તર અસાધારણ સ્તરે વધતા સલામતી માટે ભાવિકો અને નાગરિકોને પાણી ન ઘટે ત્યાં સુધી દામોદર કુંડ, વિલિંગડન ડેમ, જટાશંકર જવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.

જિલ્લા ડિઝાસ્ટર શાખા તરફ થી મે. જિલ્લા કલેકટર સાહેબની સૂચનાઓ જનહિતમાં જારી કરવામાં આવી છે, જે તમામ એ ધ્યાને લેવા અનુરોધ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande