ઉત્રાણમાં પાડોશીની કરતૂત : પરિણીતા વસ્તુ લેવા ઘરમાં આવતા દબોચી લઇ બળાત્કાર ગુજાર્યો
સુરત, 23 ઓગસ્ટ (હિ.સ.)-શહેરના ઉતરાણ વિસ્તારમાં આવેલ કઠોર ગામમાં રહેતા યુવકે તેના જ મકાનમાં રહેતી પરણીતા પર દાનત બગાડી હતી. પરણીતા વસ્તુ લેવા માટે ઘરમાં આવતા જ યુવકે ઘરનો દરવાજો બંધ કરી પરણીતા સાથે જબરજસ્તી કરી બળાત્કાર ગુજાર્યો હતો. પરિણીતા પર બળાત્ક
Varkkala rape case


સુરત, 23 ઓગસ્ટ (હિ.સ.)-શહેરના ઉતરાણ વિસ્તારમાં આવેલ કઠોર ગામમાં રહેતા યુવકે તેના જ મકાનમાં રહેતી પરણીતા પર દાનત બગાડી હતી. પરણીતા વસ્તુ લેવા માટે ઘરમાં આવતા જ યુવકે ઘરનો દરવાજો બંધ કરી પરણીતા સાથે જબરજસ્તી કરી બળાત્કાર ગુજાર્યો હતો. પરિણીતા પર બળાત્કાર ગુજાર્યા બાદ યુવકે આ વાતની જાણ કોઈને કરશે તો તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનાર પરણીતાએ આ મામલે ઉતરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે, ઉતરાણના કઠોર ગામમાં આવેલ માનસરોવર રેસીડેન્સીમાં રહેતા દિનેશભાઈ નંદા રૂમ ભાડે રાખી વસવાટ કરે છે. ગત તારીખ 1/8/2025 ના રોજ બપોરે દોઢથી બે વાગ્યાના અરસામાં દિનેશ પોતાના ઘરે એકલો જ હાજર હતો. એ સમયે તેની જ બિલ્ડીંગમા રહેતી એક પરણીતા દિનેશભાઈ ના ઘરે ચીજ વસ્તુ લેવા માટે આવી હતી. જેથી દિનેશભાઈએ રસોડામાંથી વસ્તુ લઈ લેવા માટે જણાવ્યું હતું. પરણીતા રૂમની અંદર આવતાની સાથે જ દિનેશ નંદાએ ઘરનો દરવાજો બંધ કરી દઈ, પરણીતા સાથે બળજબરી કરી ધાક ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. એટલુ જ નહીં, પરંતુ આ શારીરિક સંબંધ મામલે કોઈને જાણ કરશે તો તેને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. જેથી પરણીતા એ બાદમાં સઘળી હકીકત તેના પતિને જણાવતા તેઓએ તમામને ઉત્તરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે દિનેશ નંદા સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande