જામનગર, 23 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરથી શ્રાવણ માસ નિમીતે ઉજજૈન મહાકાલ મંદિરે દર્શનાર્થે ગયેલા બે યુવાનોને ટ્રકે હડફેટે લેતા એક યુવાનનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું, જયારે એકને ઇજા પહોચતા સારવારમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગેની જાણ જામનગર રહેતા પરિવારમાં થતા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
જામનગરથી ઉજજૈન મહાકાલ મંદિરે દર્શન કરવા માટે જામનગરના પાંચ સિંધી યુવાન મિત્રો ગયા હતા દરમ્યાન દાહોદ ઉજજૈન ધોરીમાર્ગ પર કારમાં પંચર પડતા ટાયર બદલાવવા ઉતરેલા મિત પહેલાજાણી અને કમલેશ હકાણીને ત્યાથી પસાર થતા ટ્રકે હડફેટે લેતા મિતભાઇનું ગંભીર ઇજાથી ઘટના સ્થળે કરૂણ મૃત્યુ નિપજયુ હતું અને કમલેશભાઇને ઇજા પહોચી હતી.
આથી તેમને દાહોદની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા, ઇજાગ્રસ્ત કમલેશભાઇને શરીરે આઠ ટાંકા આવ્યા હોવાનુ જાણવા મળ્યું છે. અકસ્માત અંગેની જાણ થતા પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt