સુરત, 23 ઓગસ્ટ (હિ.સ.)-સુરત શહેર પોલીસ ડ્રગ્સ માફિયાઓ અને હેરાફેરી કરનારાઓ ઉપર ખાસ નજર રાખી રહી છે. દરમિયાન સારોલી પોલીસે ગાંજા સાથે આરોપીની ધરપકડ કરી હતી.આરોપી પોલીસની નજરથી બચવાના ઇરાદે કોલેજ બેગમાં ગાંજાની હેરફેર કરી રહયો હતો. પોલીસે તેના કબજામાંથી 300 ગ્રામથી વધુ ગાંજાનો જથ્થો પણ કબ્જે કર્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સારોલી પોલીસે મળેલ બાતમીને આધારે ગતરોજ સારોલી સણાયી હેમાદ ગામમા શુભમ ઇન્ડસ્ટ્રીઝ તરફથી આઉટર રીંગરોડની વચ્ચે આવેલ કર્મા બીઝનેસ પાર્ક નામના નવી બંધાતી બીલ્ડીંગની પાસેથી આરોપી અભીષેક બાબુરાવ ઉત્તમ ( રહે- વિજયભાઇ મનસુખભાઇના ખાતામા, જયઅંબે એસ્ટેટ, સણીયા હેમાદ ગામ ) નાઓની ધરપકડ કરી હતી. અને તેના કબ્જામાંથી રૂ.3 હજારની કિંમતનો ગાંજો કબ્જે કરવામાં આવ્યો હતો.આરોપી ગાંજાનો જથ્થો એક કાળા કલરની કોલેજ બેગમા મૂકીને હેરફેર કરી રહ્યો હતો.જયારે ગાંજાનો જથ્થો આપનાર આરોપી રબીનારાયણ કાશીનાથ સબત ( રહે-સણીયા હેમાદ ગામ ) ને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે