કચ્છમાં “નેશનલ સ્પોર્ટસ ડે” કાર્યક્રમની ઉજવણી અંતર્ગત તા. 29થી 31 ઓગસ્ટ વિવિધ સ્પોર્ટસ ઈવેન્ટ
ભુજ - કચ્છ, 23 ઓગસ્ટ (હિ.સ.) આગામી “નેશનલ સ્પોર્ટસ ડે” કાર્યક્રમની ઉજવણીને લઈને ભુજમાં જિલ્લા તંત્ર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા “નેશનલ સ્પોર્ટસ ડે” કાર્યક્રમની ઉજવણી અંતર્ગત તા. 29થી 31 ઓગસ્ટ દર
સ્પોર્ટ્સ ઇવેન્ટ નું ત્રિદિવસીય આયોજન


ભુજ - કચ્છ, 23 ઓગસ્ટ (હિ.સ.) આગામી “નેશનલ સ્પોર્ટસ ડે” કાર્યક્રમની ઉજવણીને લઈને ભુજમાં જિલ્લા તંત્ર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા “નેશનલ સ્પોર્ટસ ડે” કાર્યક્રમની ઉજવણી અંતર્ગત તા. 29થી 31 ઓગસ્ટ દરમિયાન વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે.

29મી ઓગસ્ટ હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતી

કચ્છમાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં વિવિધ આયોજન હાથ ધારાયા હતા. રાજ્ય સરકાર દ્વારા મેજર ધ્યાનચંદના જન્મદિન-‘નેશનલ સ્પોર્ટસ ડે’ દર વર્ષે તા. 29મી ઓગસ્ટને મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિના સન્માનમાં આ દિવસને “નેશનલ સ્પોર્ટસ ડે” તરીકે મનાવવવામાં આવે છે. આ વર્ષે “એક ઘંટા ખેલ કે મેદાન મે !” થીમ પર સમગ્ર રાજ્ય સહિત કચ્છમાં ત્રણ દિવસ સુધી વિવિધ સ્પોર્ટસ ઈવેન્ટ યોજાશે.

શાળાઓ, કોલેજ, યુનિવર્સિટી અને અન્ય સંસ્થાઓમાં ‘ફીટ ઈન્ડિયા’ના શપથ

તા.29મી ઓગસ્ટના દિવસે કચ્છ જિલ્લામાં આવેલી તમામ શાળાઓ, કોલેજ, યુનિવર્સિટી અને અન્ય સંસ્થાઓમાં ‘ફીટ ઈન્ડિયા’ના શપથ સાથે મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. વિવિધ શાળા, કોલેજ, યુનિવર્સિટી અને અન્ય સંસ્થાઓમાં “એક ઘંટા ખેલ કે મેદાન મે !” થીમ પર ડીબેટ્સ, સેમિનાર, ફિટનેસ અંગે વાર્તાલાપ જેવી પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક મૂલ્યોનું એકીકરણ કરવામાં આવશે.

બીજા દિવસની ઉજવણી અન્વયે તા. ૩૦મી ઓગસ્ટે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વિવિધ સ્પર્ધાનું આયોજન કરાશે. જેમાં પોલીસ વિભાગની ટીમ સાથે અન્ય સરકારી વિભાગો અને સ્કૂલોની ટીમ ભાગ લેશે.

ગાંધીધામ ખાતે મહાનગરપાલિકા કક્ષાએ ‘સાયકલ ઓન સન્ડે’

આ ઉજવણીના ત્રીજા દિવસ એટલે કે તા. 31મી ઓગસ્ટના ગાંધીધામ ખાતે મહાનગરપાલિકા કક્ષાએ ‘સાયકલ ઓન સન્ડે’નું આયોજન કરવામાં આવશે. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આ ઈવેન્ટમાં નાગરિકોને સહભાગી બનાવવામાં આવશે. આ ઉપરાંત, કચ્છની તમામ નગરપાલિકાઓમાં વોર્ડવાઈઝ રમતોનું આયોજન કરાશે. આ ત્રિ-દિવસીય ઉજવણીમાં ગ્રામ્યકક્ષાએથી લઈને જિલ્લાકક્ષા સુધીના રમત-ગમતના વિવિધ કાર્યક્રમો યોજાશે.

આજરોજ કચ્છ કલેક્ટર દ્વારા “નેશનલ સ્પોર્ટસ ડે” તા. 29 થી 31 ઓગસ્ટની ત્રિ-દિવસીય ઉજવણીમાં નાગરિકોને સહભાગી બનાવવા તેમજ ગ્રામ્યકક્ષાએથી લઈને જિલ્લાકક્ષાની સ્પર્ધાનું સુચારું આયોજન કરવા સૂચન કરાયું હતું. કબડ્ડી, રસ્સાખેંચ, વોલીબોલ, હોકી જેવી રમતોને સમાવિષ્ટ કરીને આયોજન કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande