પોરબંદર, 23 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદરમાં એક યુવકના પ્રેમ સંબંધમાં રહેલી યુવતી ઘરે નાસી જઈ પોતાના પ્રેમી ઘરે પહોચતા યુવકના માતા-પિતા યુવતીને સ્વીકારવા રાજી ના હોવાથી આવી સ્થિતિમાં પોરબંદર 181 ટીમ મદદે આવી કાઉન્સિલિંગ કરી હાલ યુવતીને સખી વન સ્ટોપ સેન્ટર આશ્ચર્ય આપવામાં આવ્યો છે. પોરબંદરમાં ઘણા લાંબા સમયથી પ્રેમ પ્રકરણમાં રહેલ યુવતી પોતાના પ્રેમ વિશે ઘરમાં રજૂઆત કરે છે કે મારે મારા પ્રેમી સાથે લગ્ન કરી લેવા છે પરંતુ માતા-પિતાને આ પ્રસ્તાવ અસ્વીકાર હોય જેથી આ બાબતે અવારનવાર ઘરમાં ઝઘડાઓ થતા હતા છેલ્લે યુવતી ઘરેથી ઝઘડો કરી ઘર છોડી રાત્રિના સમય દરમિયાન નીકળી જાય છે અને સીધી જ પોતાના પ્રેમીના ઘરે જતી રહે છે પરંતુ અહીં તેના પ્રેમીના મા બાપ આ વાતને સ્વીકારવા રાજી હોતા નથી અને લગ્ન સિવાય એકબીજાને સાથે રહેવા માટે સંમતિ આપતા નથી, જેથી તેઓએ પણ યુવતીને સ્વીકારવાની ના પાડી એવા કપરા સમયે યુવતીને 181 અભયમ મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કરેલો અને કોલ આવતાંની સાથે ફરજ પરના કાઉન્સેલર અંજના દાફડા, કોન્સ્ટેબલ કિરણ ચાવડા અને પાઇલોટ ચિંતનભાઈ સહિત અભયમ ટીમ રાત્રિના 02:00વાગે યુવતીની મદદ માટે પહોચ્યા હતા બાદ યુવતીનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું અને સમજાવવામાં આવ્યું કે મમ્મી પપ્પા સાથે અમારી 181 મહિલા અભયમની ટિમ સાથે આવી.
આ બાબતની ચર્ચા કરી પરંતુ યુવતી પોતાના પ્રેમી સાથે જવા માટેની હઠ પકડી બેઠી હોય એવા સંજોગોમાં યુવતીને લાંબા ગાળાના કાઉન્સિલિંગ અને આશ્રયની જરૂર જણાતા યુવતીને સખી વન સ્ટોપ સેન્ટર પોરબંદર ખાતે લઈ જવામાં આવેલ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya