પોરબંદર, 23 ઓગસ્ટ (હિ.સ.): જૂનાગઢના હત્યાના ગુન્હામાં વચગાળાના જામીન પરથી ફરાર કેદીને પોરબંદર એલ.સી.બી.એ ઝડપી લીધો હતો. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા નાસતા ફરતા આરોપીઓ તથા પેરોલ/ફર્લો/વચગાળાના જામીન પરથી ફરાર આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હીમાંશુભાઈ મક્કા તથા જીતુભાઈ ઘસા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરાને મળેલ સંયુક્ત હકીકત આધારે, જુનાગઢ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના એલ.પી.સી.ક.302 વિ. મુજબના કામના આરોપી રામજી ઉર્ફે રામભાઈ જીવરાજભાઈ વાળા. જુનાગઢ જિલ્લાના જેલ ખાતે કાચા કામના કેદી આરોપી તરીકે સજા ભોગવી રહેલ હોય અને મજકુર આરોપી તા.13-5-2025 થી દીન-7 ના વચગાળાના જામીન પર મુક્ત થયેલ હોય અને તા.21-5-2025 ના રોજ જુનાગઢ જીલ્લા જેલ ખાતે હાજર થવાનું હોય અને આરોપી/કેદી વચગાળાના જામીન પર થી જુનાગઢ જીલ્લા જેલ ખાતે હાજર થયેલ ન હોય અને છેલ્લા ત્રણ માસ થી ફરાર હોય અને હાલ બળેજ ગામ ખાતે લેવાની હકિકત આધારે તપાસ કરતા મજકુર આરોપી કેદી રામજી ઉર્ફે રામભાઈ જીવરાજભાઈ વાળા મળી આવતા પકડી પાડી જેલ અધિક્ષક, જીલ્લા જેલ જુનાગઢ ખાતે સોંપી આપેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya