શક્તિકેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું
વડોદરા 23 ઓગસ્ટ (હિ.સ.): વડોદરા શહેરની રાવપુરા વિધાનસભા ખાતે આયોજિત “શક્તિકેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ” ના ઉદ્દઘાટન સત્ર દરમિયાન શક્તિકેન્દ્ર સંયોજકઓ સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો હતો. આ પ્રસંગે ભાજપના વિવિધ અગ્રણીઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ક
શક્તિકેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ ના ઉદ્દઘાટન નું આયોજન કરવામાં આવ્યું


વડોદરા 23 ઓગસ્ટ (હિ.સ.): વડોદરા શહેરની રાવપુરા વિધાનસભા ખાતે આયોજિત “શક્તિકેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ” ના ઉદ્દઘાટન સત્ર દરમિયાન શક્તિકેન્દ્ર સંયોજકઓ સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો હતો. આ પ્રસંગે ભાજપના વિવિધ અગ્રણીઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મહાનગર અધ્યક્ષ ડૉ. જયપ્રકાશભાઈ સોનીના માર્ગદર્શનથી કરવામાં આવી હતી. ત્યારબાદ ધારાસભ્ય તથા મુખ્ય દંડક બાલુભાઈ શુક્લે પાર્ટીની વિચાર્ધારા, સંગઠનની મજબૂતી અને કાર્યકરોની ભૂમિકા વિષે માર્ગદર્શન આપ્યું હતું.

વર્ગના વાલી અને પૂર્વ ધારાસભ્ય સુરેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં સંગઠનના ઈતિહાસ, વૃદ્ધિ અને કાર્યપદ્ધતિ અંગે વિગતવાર ચર્ચા કરી. શહેર મહામંત્રીશ્રી સત્યેનભાઈ તથા જશવંતસિંહજીએ કાર્યકરોને સંગઠનાત્મક જવાબદારીઓ કેવી રીતે સફળતાપૂર્વક નિભાવવી તેની દિશા દર્શાવી. ઉપરાંત, ડૉ. હિતેન્દ્રભાઈ પટેલે આરોગ્ય અને સમાજજીવનમાં કાર્યકરોની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.

આ પ્રસંગે વોર્ડ પ્રમુખ અને તમામ શક્તિકેન્દ્ર સંયોજકઓ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત થયેલા અગ્રણીઓએ સંયોજકોને તેમના વિસ્તારના લોકો સાથે જોડાઈને સંગઠનની નીતિ-કાર્યક્રમોને વધુ અસરકારક રીતે પહોંચાડવા પર ભાર મૂક્યો હતો. સાથે જ આવનારા સમયમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રચાર-પ્રસાર અને જનસંપર્કને વધુ ગતિશીલ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સંપૂર્ણ સત્ર દરમિયાન ઉર્જાસભર વાતાવરણ સર્જાયું હતું. ઉપસ્થિત કાર્યકરોમાં નવી ઉર્જા અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રશિક્ષણ વર્ગ દ્વારા રાવપુરા વિધાનસભામાં સંગઠનની જડોને વધુ મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. આગલા દિવસોમાં આવા વર્ગો દ્વારા કાર્યકરોને માર્ગદર્શન અને પ્રેરણા મળતી રહે તેવી આગેવાનો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya


 rajesh pande