-મૂર્તિના આગમન માટે ડીજેના તાલે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી
-કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે સઘન સુરક્ષા વ્યવસ્થા પોલીસે કરી
-વીજ કંપનીએ આગોતરું આયોજન કરી ઘણી જગ્યાએ લાઇન ઊંચી કરી દીધી
ભરૂચ 23 ઓગસ્ટ (હિ.સ.) અંકલેશ્વર જીઆઈડીસીમાં યુવાનો દ્વારા ગણપતિ દાદાની ભવ્ય અને દિવ્ય તેમજ 18 ફૂટથી ઊંચી મૂર્તિ લાવતા તેની ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવતા તેમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે સઘન સુરક્ષા વ્યવસ્થા સાથે વીજ કંપનીએ આગોતરું આયોજન કરી ઘણી જગ્યાએ લાઇન ઊંચી કરી દીધી હતી તેમજ લાઈટ બંધ કરી અકસ્માતથી બચવા પ્રયાસ કર્યો હતો.
અંકલેશ્વર જીઆઇડીસી રહેણાંક વિસ્તારમાં ગણેશજીની શોભાયાત્રા નીકળવાની હોય જેની ઊંચાઈ 20 ફૂટ હોવાથી રહેણાંક વિસ્તારના કોલોનીના ફીડર વિસ્તારમાં સલામતી ના ભાગરૂપે સાંજે 6 થી રાત્રે 10 કલાક સુધી કોલોની વિસ્તારમાં વીજ પ્રવાહ બંધ રહેશે તેમજ ક્યાંક ચાલુ બંધ થશે જેની જીઆઇડીસી સબ ડિવિઝનના રહેણાંક વિસ્તારમાં તમામ ગ્રાહકોએ નોંધ લેવા જણાવવામાં આવ્યું હતું
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ