પાટણ, 23 ઓગસ્ટ (હિ.સ.): સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, સમી (પાટણ) ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના પ્રાયોજિત કાર્યક્રમ અંતર્ગત ‘મારું મન મોહી ગયું’ નાટકનું મંચન થયું. મેગ્ઝ કોમ્યુનિકેશન દ્વારા પ્રસ્તુત આ નાટકનું લેખન જયશ્રી પરીખે કર્યું હતું, દિગ્દર્શન મેગડેનીલ ક્રિશ્ચયને સંભાળ્યું હતું અને પૃષ્ઠભૂમિ સંગીત ડૉ. બિમલ પાટિલે આપ્યું હતું.
આ નાટકનો મુખ્ય વિષય આધુનિક ભારતીય સમાજમાં પુખ્ત વયના લોકો અને યુવા પેઢી વચ્ચે વધતી જતી વિચારસરણીની ખાઈને ઉજાગર કરવાનો હતો. કલાકારોએ પોતાની કલાકારી વડે આ સંદેશ અસરકારક રીતે રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા. કૉલેજના આચાર્ય ડૉ. ટેકપાલસિંહ આનંદે દિગ્દર્શક તથા સમસ્ત ટીમનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું.
કાર્યક્રમનું સંચાલન ડૉ. અમર ચક્રવર્તીએ કર્યું હતું. આ આયોજન NSS વિભાગ અને નાટ્યધારા પ્રકલ્પ હેઠળ યોજાયું હતું, જેમાં NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. જાગૃતિ પ્રજાપતિ અને IQAC કોઓર્ડિનેટર પ્રો. સંજય પટેલની વિશેષ ઉપસ્થિતિ નોંધાઈ. કાર્યક્રમના અંતે કોમર્સ વિભાગના અધ્યક્ષ ડૉ. આરતી પ્રજાપતિએ આભારવિધિ આપી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ