સુરત , 23 ઓગસ્ટ (હિ.સ.)-શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા સુમન અર્થ આવાસમાં આજે સવારે એક મહિલા ઘરમાંથી બેભાન હાલતમાં મળી આવી હતી.આ અંગે ફાયર કન્ટ્રોલમાં કોલ મળ્યો હતો.આ કોલ મળતા ફાયર બ્રિગેડના જવાનોની એક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.ત્યારે દરવાજો અંદરથી બંધ હોવાને કારણે ફાયરના જવાનો દવારા દરવાજો તોડી પાડવામાં આવ્યો હતો.અને અંદરથી મહિલાને લઈને હોસ્પિટલમાં ખસેડવામા આવી હતી.
ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછા ખાતે આવેલ ડી-માર્ટની સામે આવેલા સુમન અર્થ આવાસમાં સી -704 માં થી આજે સવારે 26-27 વર્ષીય સિમરન મુકેશ ઝાલા ( રાઠોડ ) નામની મહિલા બેભાન હાલતમાં મળી આવી હતી હતી અને મોંમાંથી ફીણ નીકળતી હતી.આ અંગે ફાયર કન્ટ્રોલમાં કોલ મળ્યો હતો.આ કોલ મળતા જ ફાયર બ્રિગેડના જવાનો સમસયર ઘટના સ્થળે પહોંચી ગયા હતા.ત્યારે દરવાજો અંદરથી બંધ હતો.આવી પરિસ્થિતિ વચ્ચે ફાયરના જવાનો દવારા ભારે જહેમત ઉઠાવીને દરવાજો તોડવામાં આવ્યો હતો.ત્યારે ઘરની અંદર જમીન ઉપર મહિલા પડેલી હતી.ફાયરના જવાનો દવારા મહિલાને ઉંચકીને તાતકાલિક સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામા આવી હતી.
વધુમાં સબ ફાયર ઓફિસર સિધાર્થ ગઢવીએ જણાવ્યું હતું કે, અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે મહિલા ત્યાંથી મળી આવી હતી.તેના મોઢામાંથી ફીણ નીકળતું હતું. જેથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી હતી.જોકે હાલમાં એ સ્પષ્ટ નથી કે મહિલાએ આપઘાત કરવાની કોશિશ કરી છે કે અન્ય કોઈ કારણસર તેની તબિયત બગડી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે